મુંબઇ યુનિવર્સીટીએ નામનું પણ ટ્રાન્સલેશન કરી નાખ્યું Kite- પતંગ

Advertisements

એક વિંગશુટમાં ડબલ સવારી, જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. જેમાં ડાઇવર એક વિંગશુટમાં બે લોકો ઉડી રહ્યા છે. યુવક શુટ પહેર્યો છે જ્યારે બેલ્ટના સહારે યુવતી તેના ઉપર બેઠી છે. એડવાન્ચર માટે અલગ અલગ નુસખા લોકો અપનાવતા હોય છે.

 

ઓસ્કારમાં ગુજરાત મૂળનો દેવ પટેલ માતા સાથે પહોંચ્યો, ટિ્વટર્સ પર છવાયો

ઓસ્કારમાં ગુજરાત મૂળનો દેવ પટેલ પોતાની માતા સાથે પહોંચ્યો હતો. તે બેસ્ટ સપોર્ટિંગ રોલ માટે નોમિનેટેડ હતો પરંતુ એવોર્ડ માટે ચૂકી ગયો હતો. પરંતુ ટિ્વટર પર તેના ફોલોઅર્સે  તેને વધાવી લીધો હતો. ખાસકરીને તેની માતાએ પહેરેલી સાડીનો લોકોએ વખાણ કર્યાં હતાં. આ ઉપરાંત તેની સાથે આવેલાં ભારતીય જૂનિયર્સ એક્ટર સાથેની મજાક મસ્તી વાળી મુવમેન્ટ બાબતે લોકોએ ટિ્વટ કર્યાં હતાં.

 

રાષ્ટ્રપતિએ Pinks સાથે ડિનર કર્યું

રષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પિન્ક ફિલ્મની સમગ્ર ટીમને સ્પેશ્યલ ડિનર માટે ઇન્વાઇટ કર્યાં હતાં. તાપસી પન્નુ, અમિતાભ બચ્ચન તેમા હાજર રહ્યાં હતાં. ડિનર પછી રાષ્ટ્રપતિએ પિન્કની ટીમ સાથે ફોટો પોતાનાં ફેસબુકના કવર ફોટમાં મુક્યો હતો.

ઓસ્કરમાં માટલી ચિરાણી

  ઓસ્કર એવોર્ડમાં મિસ વર્લ્ડ જેવી લાલિયાવાડી થઇ હતી. અનાઉન્સરે ખોટુ એન્વોલપ ખોલતાં  ‘મુનલાઇટ’ ફિલ્મના સ્થાને ‘લા લા લેન્ડ’ને બેસ્ટ ફિલ્મ જાહેર કરી લીધી હતી.  જો કે લા લા લેન્ડને તે સિવાય બીજા 6 ઓસ્કર એવોર્ડ મળ્યાં હતાં. આ પ્રકારની ઘટનાઓ આવી મોટી ઇવેન્ટમાં થવાનું સામાન્ય થતું જાય છે.

Nokia એ લોન્ચ કર્યો નવો 3310

3310 મોબાઇલ ફોન બનાવતી જૂની અને જાણીતી કંપનીએ પોતાનો જૂનો 3310 ફોન રિલોન્ચ કર્યો છે. નવો 3310 એકદમ સ્ટાઇલિશ લુકમાં છે. અલગ અલગ કલરમાં આ ફોન ઉપલબ્ધ છે. ભારતમાં આ ફોન અત્યારે લોન્ચ થયો નથી. પરંતુ ટૂંક સમયમાં આવશે તેવી શક્યતા છે. અમ નિકળે છે કે ભમ એતો યુઝર્સના હાથમાં આવ્યા પછીજ ખ્યાલ આવશે.