ઓસ્કારમાં ગુજરાત મૂળનો દેવ પટેલ માતા સાથે પહોંચ્યો, ટિ્વટર્સ પર છવાયો

ઓસ્કારમાં ગુજરાત મૂળનો દેવ પટેલ પોતાની માતા સાથે પહોંચ્યો હતો. તે બેસ્ટ સપોર્ટિંગ રોલ માટે નોમિનેટેડ હતો પરંતુ એવોર્ડ માટે ચૂકી ગયો હતો. પરંતુ ટિ્વટર પર તેના ફોલોઅર્સે  તેને વધાવી લીધો હતો. ખાસકરીને તેની માતાએ પહેરેલી સાડીનો લોકોએ વખાણ કર્યાં હતાં. આ ઉપરાંત તેની સાથે આવેલાં ભારતીય જૂનિયર્સ એક્ટર સાથેની મજાક મસ્તી વાળી મુવમેન્ટ બાબતે લોકોએ ટિ્વટ કર્યાં હતાં.

 

Advertisements

ઓસ્કરમાં માટલી ચિરાણી

  ઓસ્કર એવોર્ડમાં મિસ વર્લ્ડ જેવી લાલિયાવાડી થઇ હતી. અનાઉન્સરે ખોટુ એન્વોલપ ખોલતાં  ‘મુનલાઇટ’ ફિલ્મના સ્થાને ‘લા લા લેન્ડ’ને બેસ્ટ ફિલ્મ જાહેર કરી લીધી હતી.  જો કે લા લા લેન્ડને તે સિવાય બીજા 6 ઓસ્કર એવોર્ડ મળ્યાં હતાં. આ પ્રકારની ઘટનાઓ આવી મોટી ઇવેન્ટમાં થવાનું સામાન્ય થતું જાય છે.